images

images
MATHS SCIENCE

ગુરુવાર, 12 ફેબ્રુઆરી, 2015

વેગ અને પ્રવેગ (Velocity and Acceleration)


વેગ અને પ્રવેગ (Velocity and Acceleration)

  • વેગ(Velocity) એ બીજું કંઈ નહીં પણ દિશા ધરાવતી ઝડપ(Speed) છે એવું કહી શકાયઉદા.તરીકેકોઈ કાર ઉત્તરથી દક્ષિણ તરફ 40 કિમીકલાક ની ઝડપે ગતિ કરી રહી હોય તો તેનો વેગ 40 કિમીકલાક ઉત્તરથી દક્ષિણ તરફ છે એમ કહેવાય.
 
  • આપણે સૌ જાણીએ છીએ કે વ્યવહારમાં ટ્રાફિકખરાબ રોડ વગેરે કારણોને લીધે કોઈપણ વાહન કે વસ્તુનો વેગ સતત બદલાતો રહે છે. જેમ કે કોઈ કાર ખુલ્લા હાઈવે પર 12કિમી/કલાકની ઝડપે પ્રવાસ કરતી હશેપણ એ જ કારની ઝડપ શહેરી વિસ્તારમાં 25કિમી/કલાક જેટલી જ હશેઆ કારણથી કોઈપણ વસ્તુના વેગમાં થતા ફેરફારની જાણકારી મેળવવા માટે એક નવી રાશિ વ્યાખ્યાયિત કરવામાં આવી -પ્રવેગ (Acceleration).
 
  • પ્રવેગની વ્યાખ્યા આ પ્રમાણે છે :- "ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારના દરને પ્રવેગ કહે છે."
 
  • તેથી પ્રવેગ વેગમાં થતો ફેરફાર તે માટે લાગતો સમય

                   = (અંતિમ વેગ પ્રારંભિક વેગ) / સમય

       કેમ કે વેગનો એકમ એટલે કે ઝડપનો એકમ મીટર/સેકન્ડ છે અને સમયનો એકમ સેકન્ડ છેતો ઊપરના સૂત્ર પ્રમાણે અથવા પ્રવેગની વ્યાખ્યા મુજબ તેનો એકમ (મીટર/સેકન્ડ)/સેકન્ડ મતલબ મીટર/સેકન્ડ2 થાય.
 
  • જો વેગમાં વધારો થતો હોય તો વેગ્માં થતા ફેરફારના દરને પ્રવેગ(Acceleration) કહેવાયઅને જો વેગમાં ઘટાડો થતો હોય તો ફેરફારના દરને પ્રતિપ્રવેગ(Retardation) કહેવાય છે.
 
  • પ્રવેગી ગતિને સમજવા માટે આકૃતિમાં બતાવ્યા મુજબ કોઈ ઊંચી ઈમારત પરથી મુક્ત પતન(free-fall) કરાવેલા દડાની ગતિને ચકાસો.

 
         આકૃતિમાં લખેલા ગતિના આંકડા પરથી કહી શકાય કે દડાની ગતિ દર સેકન્ડે 9.8 મીટર/સેકન્ડ જેટલી વધે છેમતલબ કે તેનો પ્રવેગ 9.8 મીટર/સેકન્ડ2 જેટલો છે.
 
  • દડાનું મુક્તપતન પૃથ્વીના ગુરુત્વાકર્ષણબળ(Gravitational Force)ના કારણે થયુ હોવાથી આ9.8 મીટર/સેકન્ડ2 ને ગુરુત્વ પ્રવેગ(Gravitational Acceleration) "g" કહે છે.

ટિપ્પણીઓ નથી: