વેગ અને પ્રવેગ (Velocity and Acceleration)
= (અંતિમ વેગ - પ્રારંભિક વેગ) / સમય
કેમ કે વેગનો એકમ એટલે કે ઝડપનો એકમ મીટર/સેકન્ડ છે અને સમયનો એકમ સેકન્ડ છે, તો ઊપરના સૂત્ર પ્રમાણે અથવા પ્રવેગની વ્યાખ્યા મુજબ તેનો એકમ (મીટર/સેકન્ડ)/સેકન્ડ મતલબ મીટર/સેકન્ડ2 થાય.
આકૃતિમાં લખેલા ગતિના આંકડા પરથી કહી શકાય કે દડાની ગતિ દર સેકન્ડે 9.8 મીટર/સેકન્ડ જેટલી વધે છે. મતલબ કે તેનો પ્રવેગ 9.8 મીટર/સેકન્ડ2 જેટલો છે.
- વેગ(Velocity) એ બીજું કંઈ નહીં પણ દિશા ધરાવતી ઝડપ(Speed) છે એવું કહી શકાય. ઉદા.તરીકે, કોઈ કાર ઉત્તરથી દક્ષિણ તરફ 40 કિમી/ કલાક ની ઝડપે ગતિ કરી રહી હોય તો તેનો વેગ 40 કિમી/ કલાક ઉત્તરથી દક્ષિણ તરફ છે એમ કહેવાય.
- આપણે સૌ જાણીએ છીએ કે વ્યવહારમાં ટ્રાફિક, ખરાબ રોડ વગેરે કારણોને લીધે કોઈપણ વાહન કે વસ્તુનો વેગ સતત બદલાતો રહે છે. જેમ કે કોઈ કાર ખુલ્લા હાઈવે પર 120 કિમી/કલાકની ઝડપે પ્રવાસ કરતી હશે, પણ એ જ કારની ઝડપ શહેરી વિસ્તારમાં 25કિમી/કલાક જેટલી જ હશે. આ કારણથી કોઈપણ વસ્તુના વેગમાં થતા ફેરફારની જાણકારી મેળવવા માટે એક નવી રાશિ વ્યાખ્યાયિત કરવામાં આવી -પ્રવેગ (Acceleration).
- પ્રવેગની વ્યાખ્યા આ પ્રમાણે છે :- "ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારના દરને પ્રવેગ કહે છે."
- તેથી પ્રવેગ = વેગમાં થતો ફેરફાર / તે માટે લાગતો સમય
= (અંતિમ વેગ - પ્રારંભિક વેગ) / સમય
કેમ કે વેગનો એકમ એટલે કે ઝડપનો એકમ મીટર/સેકન્ડ છે અને સમયનો એકમ સેકન્ડ છે, તો ઊપરના સૂત્ર પ્રમાણે અથવા પ્રવેગની વ્યાખ્યા મુજબ તેનો એકમ (મીટર/સેકન્ડ)/સેકન્ડ મતલબ મીટર/સેકન્ડ2 થાય.
- જો વેગમાં વધારો થતો હોય તો વેગ્માં થતા ફેરફારના દરને પ્રવેગ(Acceleration) કહેવાય, અને જો વેગમાં ઘટાડો થતો હોય તો ફેરફારના દરને પ્રતિપ્રવેગ(Retardation) કહેવાય છે.
- પ્રવેગી ગતિને સમજવા માટે આકૃતિમાં બતાવ્યા મુજબ કોઈ ઊંચી ઈમારત પરથી મુક્ત પતન(free-fall) કરાવેલા દડાની ગતિને ચકાસો.
આકૃતિમાં લખેલા ગતિના આંકડા પરથી કહી શકાય કે દડાની ગતિ દર સેકન્ડે 9.8 મીટર/સેકન્ડ જેટલી વધે છે. મતલબ કે તેનો પ્રવેગ 9.8 મીટર/સેકન્ડ2 જેટલો છે.
- દડાનું મુક્તપતન પૃથ્વીના ગુરુત્વાકર્ષણબળ(Gravitational Force)ના કારણે થયુ હોવાથી આ9.8 મીટર/સેકન્ડ2 ને ગુરુત્વ પ્રવેગ(Gravitational Acceleration) "g" કહે છે.